વિરમગામ તાલુકાના નળકાઠા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદથી ચેકડેમ તૂટ્યો
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હવામાન
વિરમગામ તાલુકાના નળકાઠા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદથી ચેકડેમ તૂટ્યો
આસીકઅલી ગીલાણી વિરમગામ.વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વિરમગામ તાલુકાના થુલેટા ગામનો ચેકડેમ ભારે પાણીની આવકને કારણે તૂટી જતાં ડેમનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. પરિણામે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.નળકાઠા વિસ્તારના ઝેઝરા, ઘોડા, સુરજગઢ સહિતના અનેક ગામોના તળાવો પણ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે સમગ્ર વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર વ્યાપક અસર પડી છે.ભારે વરસાદને પગલે અનેક ગામોમાં કાચા મકાનોને નુકસાન પહોંચ્યું હોવાની તેમજ કેટલાક મકાનો ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક તંત્ર દ્વારા અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડી પ્રાથમિક શાળાઓ તથા અન્ય સરકારી ઇમારતોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.સ્થાનિક વહીવટી તંત્ર, અને બચાવ ટીમો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી. અખંડ ભારત