વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, વિરમગામ સીવીલ કોર્ટમા પણ પાણી ભરાયા,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હવામાન
વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, વિરમગામ સીવીલ કોર્ટમા પણ પાણી ભરાયા,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આસીકઅલી ગીલાણી વિરમગામ.વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.વિરમગામ સીવીલ કોર્ટમા ખુબ પાણી ભરાયેલ છે. દેત્રોજ, રામપુરા અને માંડલ પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.શહેરના નીચાણવાળા વિસ્તારો, બજારો અને અનેક રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી સતત વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તાજેતરમાં વાવેલા કપાસ, બાજરી, મગ, મઠ અને એરંડા જેવા પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા સાવચેતી રાખવા તેમજ જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.અખંડ ભારત