ઉનાના કાજરડી ગામમાં શાકભાજી વેચતી માતાઓ-બહેનોને શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છત્રી વિતરણ
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
મનોરંજન
ઉનાના કાજરડી ગામમાં શાકભાજી વેચતી માતાઓ-બહેનોને શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છત્રી વિતરણ
ઉના તાલુકાના કાજરડી ગામમાં આવેલી શાકભાજી માર્કેટમાં ચોમાસાની ઋતુ શરૂ હોય ત્યારે કાજરડી ગ્રામ પંચાયતનાં સરપંચ પ્રતિનિધિ અને શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ નાનુભાઈ પાંચાભાઈ ચારણીયાનાં હસ્તે શાકભાજી વેચતી તમામ માતાઓ અને બહેનોને છત્રીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ગામનાં હીત માટે થઈ સંવેદનશીલ પહેલ કરવામાં આવી હતી.આ સેવા કાર્યનો મુખ્ય હેતુ વરસાદી મોસમ દરમિયાન મહિલાઓને રાહત મળે અને તેઓ પોતાના રોજગારને વધુ સુરક્ષિત રીતે ચાલુ રાખી શકે તે હતો.આ પ્રસંગે નાનુભાઈ ચારણીયાએ જણાવ્યું હતું કે, "શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહી છે. અને અમારી સૌથી મોટી જવાબદારી છે."છત્રી વિતરણ દરમિયાન મહિલાઓએ ફાઉન્ડેશનના આ પ્રયાસને હૃદયપૂર્વક આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વરસાદી મોસમમાં આ સહાય તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઉપસ્થિત લોકોએ પણ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી.