તા: ૨૮/૭/૨૬ ને બુધવારના રોજ શ્રી બળિયાદેવ હાઇસ્સ્કૂલ,પોર માં ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
VADODARA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
તા: ૨૮/૭/૨૬ ને બુધવારના રોજ શ્રી બળિયાદેવ હાઇસ્સ્કૂલ,પોર માં ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા: ૨૮/૭/૨૬ ને બુધવારના રોજ
શ્રી બળિયાદેવ હાઇસ્સ્કૂલ,પોર માં શાળાના આચાર્ય શ્રી ભરતકુમાર પ્રજાપતિ ના અધ્યક્ષપણા હેઠળ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે સવારે ગુરુપૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ગુરુવંદના કરી , દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી . શાળા પંચાયતના સભ્યો દ્વારા શાળાના તમામ શિક્ષકો, બિનસૈક્ષ્ણિક સ્ટાફનું કંકુ તિલક કરી પુષ્પગુચ્છ આપી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા મહાભારતમાં ગુરુદ્રોણ અને તેમના પાંડવ અને કૌરવ શિષ્યો નો પ્રસંગ અભિનય સાથે કરી ગુરુશિષ્ય નો મહિમા વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગુરુ વિશેનો મહિમા પોત પોતાના વક્તવ્યો માં કહેવામાં આવ્યો હતો . તથા શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને વેફર્સ આપવામાં આવી હતી. અંતે સૌ વિદ્યાર્થીઓને પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું…