સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. (LCB) ની ટીમે નેશનલ હાઈવે નં. ૪૮ પર બલેશ્વર ગામની સીમમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના ૩ આરોપીઓને ઝડપી પાડી સફળતા મેળવી છે.
SURAT | By Akhand Bharat Team | Published:
અપરાધ
સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. (LCB) ની ટીમે નેશનલ હાઈવે નં. ૪૮ પર બલેશ્વર ગામની સીમમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના ૩ આરોપીઓને ઝડપી પાડી સફળતા મેળવી છે.
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા જિલ્લા પોલીસને જરૂરી દીશા સુચન કરેલ.
જેથી શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, અલગ-અલગ જગ્યાના ખાનગી સી.સી.ટીવી ફુટેજ ચકાસણી કરી, તેમજ ટેકનીકલ દીશામાં તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામા સઘન વર્કઆઉટ કરી, આવા ગુનાઓ બનતા અટકાવવા ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સઘન વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ.
જે અનુસંધાનમાં એલ.સી.બી સુરત ગ્રામ્યના એચ.સી.મસાણી, પોલીસ સબ ઈન્સપેક્ટર તથા તેઓની ટીમ સુરત જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતી તે દરમ્યાન એલ.સી.બીના અ.હે.કો ચિરાગભાઈ જયંતિભાઈ તથા અ.હે.કો પ્રહલાદસિંહ ભુપતસિંહ નાઓને સંયુક્ત રીતે તેઓના ખાનગી બાતમીદાર થકી ચોક્કસ હકિકત મળેલ કે, “ એક હીરો પેશન પ્રો મો.સા નં-GJ-19-AC-4277 ઉપર બેસી કિશન ઠાકુર, આયુષ સિંગ તથા દિવ્યાંશ રાજપુત નામના ત્રણ ઈસમો રોડ ઉપર ચાલતા જતા ઈસમો પાસેથી મોબાઈલ ફોન સ્નેચીંગ કરી ચોરીના મોબાઈલ ફોન વેચાણ કરવા સારૂ અમદાવાદ થી મુંબઈ જતા ને.હા.૪૮, ઉપર બલેશ્વર ગામની સીમમાં શિવશક્તિ હોટલ નજીક સર્વિસ રોડ ઉપર ભેગા થયેલ છે* જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો સાથે મોજે બલેશ્વર ગામે ને.હા.નં-૪૮ ઉપર શિવશક્તિ હોટલ નજીક સર્વિસ રોડ ઉપર જતા ત્રણ ઈસમો
હાજર મળી આવેલ જેઓની પુછપરછ કરી અંગજડતી કરતા તેઓના કબજામાં મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઈલ ફોન બાબતે કડકાઈ થી પુછપરછ કરતા હાજર ઈસમોએ જણાવેલ કે અમે ત્રણેય જણા અમારી પાસે રહેલ હીરો પેશન પ્રો મો.સા નં-GJ-19-AC-4277 ની લઈ રસ્તા ઉપર ચાલતા લોકો પાસેથી મોબાઈલ ઝુંટવી નાસી જઈએ છીએ અને આજરોજ સ્નેચીંગ કરેલ ફોન વેચાણ કરવા સારૂ ભેગા થયેલ હતા. જે બાબતેની કબુલાત કરતા ત્રણેય ઈસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કબજે કરી પલસાણા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ સરનામાની વિગત
1. કિશન S/O શિવજી કમલા ઠાકુર ઉ.વ-૧૯ ધંધો-અભ્યાસ રહે-ચલથાણ, વિજય નગર રૂમ નં-૧,તા-પલસાણા જી-સુરત મુળ રહે-બલીયા,ગોપાલપુર થાના-બલીયા (યુ.પી)
2. આયુષસિંગ S/O શૈલેષસિંગ રાજપુત ઉ.વ-૨૦ ધંધો-નોકરી રહે-કડોદરા, સરદાર હાઉસીંગ સોસાયટી તા-પલસાણા જી-સુરત મુળ રહે-બજહાં થાના-બબુરી જી-બનારસ(યુ.પી)
3. દિવ્યાંશ S/O મુકુંદસિંગ રાજપુત ઉ.વ-૧૯ ધંધો-અભ્યાસ રહે-ચલથાણ, અંબિકા નગર તા-