સતત બે દિવસના વરસાદ બાદ ગોધરા શહેરમાં વરસાદી વાદળો હટયા અને તાપ દેખાયો
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
હવામાન
સતત બે દિવસના વરસાદ બાદ ગોધરા શહેરમાં વરસાદી વાદળો હટયા અને તાપ દેખાયો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા તત્કાલિક ધોરણે શાળાઓ, કોલેજ, ITI તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ ગોધરા નગર પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ પણ ખડે પગે રહી હતી તેમજ તમામ લગતા વળગતા તંત્ર પણ સંતર્ક રહ્યા હતા ગોધરા શહેરમાં બે દિવસના વરસાદ બાદ રવિવારે સવારથી જ વરસાદી વાદળો હટયા હતા અને તાપ જોવા મળ્યો હતો જેથી બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી ગોધરા શહેરમાં બે દિવસ વરસેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા તેમજ શહેરમાં નવીન બની રહેલા તમામ અંડર પાસમાં પણ વરસાદી પાણીનો જમાવડો થયો છે જેને જોતા શહેરના જાગૃત નાગરિકો તેમજ વેપારીઓ ચિંતિત થયા હતા કે શું દર વર્ષે ચોમાસામાં અંડરપાસમાં આજ રીતે પાણી ભરાઈ જશે ? જો કે તેનો ચોક્કસ જવાબ તો હવે સમય આવે જ મળશે પરંતુ લોકોની ચિંતા વ્યાજબી છે કારણ કે જે અંડર પાસ માત્ર 6 મહિનામાં બનાવવાની વાત હતી ત્યાં વર્ષો વીતી ગયાં પણ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી જેને લઈને ગોધરા શહેરની જનતા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
બે દિવસ પડેલા વરસાદે નગર પાલિકાના બનાવેલ રસ્તાઓની પોલ ખોલી નાખી છે શહેરના તમામ રસ્તાઓ ખાડાથી ખખડી ગયા છે તો ઘણા વિસ્તારની સોસાયટીમાં પાલિકા દ્વારા રોડ ન બનાવવાને કારણે કાદવનું સામ્રાજ્ય સર્જાયું હતું તેમજ આસપાસના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયાં હતા ત્યારે રવિવારે સવારે અચાનક ઉઘાડ નીકળતા લોકોમાં ઉર્જા જોવા મળી હતી