સતલાસણા તાલુકાના ધરોઈ હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
MEHSANA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
સતલાસણા તાલુકાના ધરોઈ હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સતલાસણા તાલુકાના ધરોઈ હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ ડભોડા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ, ધરોઈ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે લાયન્સ ક્લબ સતલાસણા તથા સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રી દલપતસિંહ .ડી. વાઘેલાએ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે ગુરુ અને વૃક્ષ બંને જીવનના સાચા પથદર્શક છે. ગુરુ જ્ઞાનનું દાન આપી જીવનને ઉજ્જવળ બનાવે છે, જ્યારે વૃક્ષો પર્યાવરણનું રક્ષણ કરી સમગ્ર માનવજાતને જીવનદાયી ઓક્સિજન, છાંયો અને પ્રકૃતિનું સંતુલન પ્રદાન કરે છે. તેથી ગુરુનો આદર અને વૃક્ષોનું જતન બંને જીવનમાં સમાન મહત્વ ધરાવે છે.
ત્યારબાદ શાળા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
આ કાર્યક્રમમાં RDSP ફાઉન્ડેશન દ્વારા સતલાસણાના હોદ્દેદારો, શાળાના શિક્ષકગણ, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો.