ભરૂચજિલ્લાના હાંસોટતાલુકામાં કીમનદી ઓવરફ્લો થવાના કારણે ઓભા. આસરમાં. પાંજરોલી. કંટીયાજાળ જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા ત્યારે હવે પાણી ઓસરતા હાંસોટ આરોગ્ય ટીમ પુર ગ્રસ્તોની આરોગ્યની ચિંતા કરી મેદાને આવી છે આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઇલાવ (PHC). પાંજરોલી AAM ની આરોગ્ય ટીમ. કંટીયાજાળ AAM ની ટીમ દ્વારા ભારે વરસાદના કારણે પીવાના પાણીના સ્ત્રોતો દુષિત થવાંથી આરોગ્ય ટીમ દ્વારા. ઓભા. આસરમાં. પાંજરોલી. કંટીયાજાળ ગામે ગામ પંચાયતના કુવા ખાતે ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી. બાલોટા ગામે NVBDCP સર્વે હાથ ધરવામાં આવ્યો. ORS તેમજ ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું તેમજ RC ટેસ્ટ ઉપરાંત મચ્છરજન્ય રોગોની અટકાયત કરવા પોરાનાશક કામગીરી કરવામાં આવી. કંટીયાજાળ AAM દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં બ્લીચિંગ પાઉડરનો છંટકાવ કરી ગામજનોને ઉકાળેલું પાણી પીવા અને પાણીજન્ય રોગોની દવા વિતરણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.