સાઠંબા તાલુકાના આમોદરા ગામે ખેતર માં મગર જોવા મળ્યો | Akhand Bharat Dainik
સાઠંબા તાલુકાના આમોદરા ગામે ખેતર માં મગર જોવા મળ્યો
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
સાઠંબા તાલુકાના આમોદરા ગામે ખેતર માં મગર જોવા મળ્યો
સાઠંબા તાલુકાના આમોદરા ગામે ખેતરમાં મગરે દેખા દેતાં વનવિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સફળ રેસ્ક્યુ કરી કુદરતી નિવાસસ્થાને છોડ્યો બાયડ તા.6ચોમાસુ બેસતાની સાથે જ વન્ય જળચર પ્રાણીઓના રહેવાની જગ્યાઓમાં પાણી ભરાઈ જતાં આવા પ્રાણીઓ રહેઠાણ વિસ્તાર અને ખેતરોમાં ફરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આવા પ્રાણીઓ પ્રત્યે જનતામાં જાગૃતતાના અભાવના કારણે ભયનું વાતાવરણ ઊભું થાય છે. સાઠંબા તાલુકાના આમોદરા ગામે તા. 6'જુલાઈના રોજ એક ખેડૂતના ખેતરમાં મગર ફરતો જોવા મળતાં ખેડૂત પરિવાર ગભરાઈ ગયો હતો. સાઠંબા તાલુકાના આમોદરા ગામના ખેડુત રણજીતસિંહ પ્રભાતસિંહ સોલંકીના ખેતરમાં મગર જોવા મળતાં તેમણે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કંજર્વેશન ટ્રસ્ટ અરવલ્લી, મહીસાગરનો સંપર્ક કરતાં કાર્યકર્તાઓ અને વન વિભાગના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી અંદાજીત 6 ફુટ લાંબા મગરનું રેસ્ક્યુ કરી તેને તેના કુદરતી નિવાસ વિસ્તારમાં છોડી મુકવામાં આવતાં આમોદરા ગામના ખેડૂતોએ હાશકારાનો શ્વાસ લીધો હતો.