પાદરા તાલુકાના રણું ગામમાં ગઈ કાલ રાતથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રિ દરમિયાન શરૂ થયેલો વરસાદ આજે પણ ચાલુ રહેતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.સતત વરસાદને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં તાજગી છવાઈ ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.હાલ વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે ખેતી લાયક ઉત્તમ વરસાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.