રાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં પેટલાદની હેતાંશી રબારીએ જીત્યો દ્વિતીય ક્રમ, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે કર્યું સન્માન
ANAND | By Akhand Bharat Team | Published:
રમતજગત
રાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં પેટલાદની હેતાંશી રબારીએ જીત્યો દ્વિતીય ક્રમ, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે કર્યું સન્માન
મધ્યપ્રદેશના મંડસૌર ખાતે યોજાયેલી ૧૧મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પેટલાદની શ્રીમતી એસ.આઈ. પટેલ ઈપકોવાલા કોલેજ ઓફ કોમર્સની એસ.વાય.બી.કોમની વિદ્યાર્થીની હેતાંશી રાજુભાઈ રબારીએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત, આણંદ જિલ્લા અને પેટલાદનું ગૌરવ વધાર્યું છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ નાણા રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે હેતાંશીનું વિશેષ સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે હેતાંશીની સફળતા પાછળ તેની મહેનત ઉપરાંત પ્રો. ચંદ્રકાંત જે. તન્ના અને ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર કિરણ પટેલનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે.
કોલેજના આચાર્ય ડૉ. રાજેશ મોદીએ પણ હેતાંશીને અભિનંદન પાઠવી જણાવ્યું કે સંસ્થા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રમતગમત અને યોગ ક્ષેત્રે પણ શ્રેષ્ઠતા હાંસલ કરવા સતત પ્રોત્સાહન આપે છે. મંત્રીશ્રીએ હેતાંશીના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી.