સ્થળ: રામપુર | તારીખ: ૨૫ જુલાઈ
વસોના રામપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા અવિરત ધોધમાર વરસાદને કારણે ગામ જળબંબાકાર બની ગયું છે. ગામના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે.