ગાંધીધામ, તા. 18 જુલાઈ: છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત આયોજિત રાહુલ ગાંધી કપ નાઈટ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ટીમ નવાબે કચ્છ લેજેન્ડને હરાવી ચેમ્પિયનશિપ જીતી હતી. ત્રણ દિવસ ચાલેલી ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.
વિજેતા ટીમને ટ્રોફી સાથે રૂ. 8,000ની રોકડ રકમ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટનું આયોજન મુસ્તાક સોઢા, જોબ જોહન, શાનવાઝ વોરા, વિશાલ ધેડા અને ઇદ્રીશ જામના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સમાપન સમારોહમાં યુવક કોંગ્રેસ તથા કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી, જેના માટે આયોજકોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.