પુનાસણ પ્રાથમિક શાળાની અંડર-14 કબડ્ડી ટીમ તાલુકા ચેમ્પિયન, જિલ્લા કક્ષા માટે પસંદગી..
PATAN | By Akhand Bharat Team | Published:
રમતજગત
પુનાસણ પ્રાથમિક શાળાની અંડર-14 કબડ્ડી ટીમ તાલુકા ચેમ્પિયન, જિલ્લા કક્ષા માટે પસંદગી..
પુનાસણ પ્રાથમિક શાળાની અંડર-14 કબડ્ડી ટીમ તાલુકા ચેમ્પિયન, જિલ્લા કક્ષા માટે પસંદગી
તા. 22-07-2026 ના રોજ ગણેશપુરા મુકામે યોજાયેલી SGFI તાલુકા કક્ષા કબડ્ડી સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથની ગર્લ્સ તથા બોયઝ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં અંડર-14 કબડ્ડી વિભાગમાં પુનાસણ પ્રાથમિક શાળાની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. તાલુકા ફાઇનલમાં ગાગલાશણ ટીમ સામે ઉત્તમ દેખાવ સાથે વિજય મેળવી તાલુકા ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે.
આ ભવ્ય જીત સાથે પુનાસણ પ્રાથમિક શાળાની અંડર-14 કબડ્ડી ટીમ જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે. હવે ટીમ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને તાલુકા તેમજ શાળાનું નામ વધુ ગૌરવપૂર્ણ બનાવશે તેવી સૌને આશા છે.
આ સિદ્ધિ બદલ ટીમના તમામ ખેલાડીઓ, કોચશ્રી, માર્ગદર્શક શિક્ષકો, આચાર્યશ્રી, શાળા પરિવાર તથા વાલીઓને હાર્દિક અભિનંદન અને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પત્રકાર - ઠાકોર અશોકજી રંગુજી