પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી, મહાઆરતી સાથે ભોજન સેવામાં પણ જોડાયા | Akhand Bharat Dainik
પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી, મહાઆરતી સાથે ભોજન સેવામાં પણ જોડાયા
JUNAGADH | By Akhand Bharat Team | Published:
મનોરંજન
પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી, મહાઆરતી સાથે ભોજન સેવામાં પણ જોડાયા
પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી, મહાઆરતી સાથે ભોજન સેવામાં પણ જોડાયા
ભક્તિ અને સેવાની અનોખી પરંપરા માટે જાણીતા પરબધામ ખાતે અષાઢી બીજના પાવન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહી ધાર્મિક વિધિઓમાં સહભાગી બન્યા હતા તેમજ સેવાકાર્યમાં જોડાઈ શ્રદ્ધા અને સેવાનો અનોખો સંદેશ આપ્યો હતો.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પરબધામ ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો તેમજ સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના પૂજ્ય સંતોના સમાધિ સ્થળોએ શીશ નમાવી ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
મુલાકાત દરમિયાન તેમણે પરબધામના પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ શ્રી મુક્તાનંદ બાપુ અને શ્રી શેરનાથ બાપુના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે પરબધામની વર્ષો જૂની લોકસેવા અને સદાવ્રતની પરંપરા અંગે સત્સંગ અને ચર્ચા પણ યોજાઈ હતી.
અવિરત સદાવ્રત માટે પ્રસિદ્ધ પરબધામ ખાતે રાજ્યમંત્રીશ્રીએ ભોજન સેવામાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેમણે સ્વયંસેવકો સાથે મળી ભાવિકોને પ્રસાદ પીરસ્યો, રસોડા વિભાગની મુલાકાત લીધી તેમજ રોટલી શેકવા સહિતની પ્રત્યક્ષ સેવામાં જોડાઈ સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો અને તેમની નિઃસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી મનન અભાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, શ્રી અતુલભાઈ કાનાણી સહિત ભાજપના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પરબધામમાં સંત શ્રી દેવીદાસ બાપુ અને અમર માં સહિતના પૂજ્ય સંતોએ દાયકાઓ પહેલાં સમાજના વંચિત અને રક્તપિત્તના દર્દીઓની સેવા તેમજ ભૂખ્યાને ભોજન આપવાની અનોખી પરંપરાનો પ્રારંભ કર્યો હતો, જે આજે પણ અવિરત રીતે ચાલુ છે અને માનવસેવાનું પ્રેરણાદાયી કેન્દ્ર બની રહ્યું છે.