પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી.₹ 93.48 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
અપરાધ
પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી.₹ 93.48 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો
પંચમહાલ જિલ્લા પોલીસ વડા શ્રી હરેશ દુધાત ના માર્ગદર્શન હેઠળ દારૂની હેરાફેરી અટકાવવા એલસીબી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે બેઢીયા ખડકી ટોલનાકા પાસે આવેલી નીલકંઠ પંજાબી હોટલના પાર્કિંગમાં ખાનગી વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટાટા કન્ટેનરની તપાસ કરતાં અંદરથી રોયલ બ્લુ મલ્ટ વિસ્કીની કુલ 950 પેટીઓમાં ભરેલી 45,600 ક્વાર્ટર બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹93.48 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત કન્ટેનર અને બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે.
આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કન્ટેનરના માલિક, ટ્રાન્સપોર્ટર તથા દારૂ સપ્લાય અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને દારૂની આ આંતરરાજ્ય હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.