મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે ઇસરો દ્વારા ત્રણ દિવસીય સ્પેસ એક્ઝિબિશનનો પ્રારંભ
MORBI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે ઇસરો દ્વારા ત્રણ દિવસીય સ્પેસ એક્ઝિબિશનનો પ્રારંભ
પારેખ હિતેષભાઈ,આ પ્રદર્શનમાં મોરબીની વિવિધ સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઈસરોની વિવિધ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઈસરોના વિજ્ઞાનીઓને રૂબરૂ મળવાનો અને સ્પેસ સાયન્સ અંગે માર્ગદર્શન મેળવવાનો ખાસ લહાવો મળ્યો હતો.આ એક્ઝિબિશનમાં રિમોટ સેન્સિંગ, PSLV, GSLV, કોમ્યુનિકેશન સેટેલાઈટ, નાવિક પ્રોજેક્ટ, ચંદ્રયાન-1, 2, 3, મંગળયાન, સેટેલાઈટમાં વપરાતા અત્યાધુનિક કેમેરા તથા અન્ય હાર્ડવેર્સના મોડેલ અને સ્પેસિમેન્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓન વ્હીલ્સ પ્રદર્શન અને વોટર રોકેટરી જેવા પ્રયોગોનું જીવંત નિર્દર્શન ક૨વામાં આવી રહ્યું છે, જેને મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહપૂર્વક નિહાળી રહ્યા છે.નેશનલ સ્પેસ ડે નિમિત્તે 29 થી 31 જુલાઈ સુધી ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન'નું આયોજનમોરબી અપડેટ : મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા નેશનલ સ્પેસ ડે નિમિત્તે ત્રણ દિવસીય 'વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન'નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 29 જુલાઈથી 31 જુલાઈ 2026 સુધી ચાલનારા આ એક્ઝિબિશનનો શુભારંભ આજે ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતેથી થયો હતો.