મહેસાણા જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ (ગુંદરવાળી જાળ)ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ*
MEHSANA | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
મહેસાણા જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ (ગુંદરવાળી જાળ)ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ*
*તા.૦૬ જુલાઇ ૨૦૨૬ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે**મહેસાણા: ૨૯ જૂન, ૨૦૨૬*ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના પત્ર મુજબ તા.૨૩/૦૭/૨૦૨૪ થી ઉંદર પકડવાની જાળ (ગ્લુટેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જયારે ઉંદર ગ્લુટેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુકત કરવામાં અસમર્થ છે, જેના પરીણામે ડીહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024 સંદર્ભે તા.૧૮/૦૫/૨૦૨૪ના ઓરલ ઓર્ડરથી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓની ચૂસ્તપણે અમલવારી કરવા સુચના આપવામાં આવેલ છે. તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ની કલમ-૧૧ મુજબ કોઈપણ પ્રાણીની બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે. જે અન્વયે મહેસાણા જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, મહેસાણા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો છે. આ હુકમ તા.૦૬/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમના ભંગ/ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ફરમાવેલ છે