મેમદપૂરા - હિરપુરા ગામમાં ભારે વરસાદ થી ખેતરોમાં પાણી ભરાયાં...
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હવામાન
મેમદપૂરા - હિરપુરા ગામમાં ભારે વરસાદ થી ખેતરોમાં પાણી ભરાયાં...
મેમદ પૂરા - હિરાપૂરા ગામમાં છેલ્લા ચાર - પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, આના પરિણામે ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે, ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી કપાસ, જુવાર જેવા પાકોનું વાવેતર કર્યું હતું, જે હાલ નાના છે, ખેતરોમા વરસાદીં પાણી ભરાઈ જતા ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક ખેતરો તળાવ જેવા દ્રશ્યો સર્જી રહ્યા છે, લાંબા સમય સુધી પાક પાણીમાં રહેવાથી તેના મૂળ સડી જવાની અને પાક બળી જવાની ભીતી ખેડૂતોમાં પ્રવર્તી રહી છે, આ સ્થિતિને કારણે પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ખેતરોના બંધપાળા તૂટી ગયા છે, આના લીધે ઉભા પાકને નુકસાન થવા ઉપરાંત ખેતરોમાં પણ ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે,