મેલ ફોટો લાઈન : નસવાડી તાલુકાના નોલીયાબારી ગામે એક મહિલાને સાપ કરતા કાચા રસ્તા ઉપર ગામના યુવાનો સ્ટ્રેચરમાં નાખી ઉચકી લઇ ગયા તેની તસ્વીર
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
હેલ્થ
મેલ ફોટો લાઈન : નસવાડી તાલુકાના નોલીયાબારી ગામે એક મહિલાને સાપ કરતા કાચા રસ્તા ઉપર ગામના યુવાનો સ્ટ્રેચરમાં નાખી ઉચકી લઇ ગયા તેની તસ્વીર
નસવાડી તાલુકાના નોલીયાબારી ગામે એક મહિલાને સાપ કરતા તેને સારવાર કરાવવા માટે લઈ જવા માટે ત્રણ કિલોમીટર સુધી કાચા રસ્તા ઉપર સ્ટ્રેચરમાં નાખીને ઊંચકીને લઈ જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં અલગ અલગ રસ્તાઓ મંજૂર થયા છે પરંતુ હજુ સુધી રસ્તાઓની કામગીરી શરૂ ના થતા કાચો રસ્તાઓ છે નસવાડી તાલુકાના નોલીયાબારી રહેતા લીલાબેન ગણિયાભાઈ વસાવા પશુ ચરાવતા હતા તે વખતે તેઓને સાપ કરડતા સારવાર માટે તેઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા માટે કાચો રસ્તા ઉપર જવાનું હોવાથી આજુબાજુના યુવાનો મદદે આવ્યા હતા અને આ મહિલાને સ્ટ્રેચરમાં નાખીને ત્રણ કિલોમીટર સુધી કાચા રસ્તા ઉપર ખભા પર ઉચકીને યુવાનો 108 એમ્બ્યુલન્સ સુધી નિશાના ગામના મુખ્ય રસ્તા સુધી લાવ્યા હતા જ્યારે નોલિયાબારી ગામે કાચો રસ્તો હોવાથી આદિવાસી સમાજના લોકો જ્યારે બીમાર પડે ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓ બનાવવા માટે મંજુર કરી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી રસ્તાની કામગીરી શરૂ થઈ નથી જ્યારે અધિકારીઓએ આ ગામોની મુલાકાત લેવી જોઈએ અને કાચા રસ્તાને વાહન જઈ શકે તેવો રસ્તો બનાવવો જોઈએ તેનાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે વિકાસની ગુલબાંગો વચ્ચે આજે પણ આદિવાસી વિસ્તારના ગરીબ આદિવાસી સમાજના લોકો આવી રીતના વિકસીત ગુજરાતમાં આ પરિસ્થિતિ પણ જીવી રહ્યા છે ત્યારે તેઓને પડતી કઠીનાઈયો માટે અધિકારીએ કાળજી લેવી જોઈએ એ જરૂરી બન્યું છે