મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકર કરવામાં ટેકસટાઇલ ઉદ્યોગ ની મહત્વની ભૂમિકા: મંત્રી જયરામભાઈ ગામીત | Akhand Bharat Dainik
મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકર કરવામાં ટેકસટાઇલ ઉદ્યોગ ની મહત્વની ભૂમિકા: મંત્રી જયરામભાઈ ગામીત
SURAT | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકર કરવામાં ટેકસટાઇલ ઉદ્યોગ ની મહત્વની ભૂમિકા: મંત્રી જયરામભાઈ ગામીત
અશોક સોલંકી:આજરોજ સુરત મહાનગર માં થયેલ ઇન્ટર નેશનલ એક્ઝિબિશન માં પધારેલ ગુજરાત સરકારના મંત્રી શ્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે મેક ઈન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં ટેક્સટાઈલ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા છે.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સાઉથ ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર-સરસાણા ખાતે આયોજિત ‘ગ્લોબલ ફેબ્રિક એક્સ્પો-૨૦૨૬’ને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ તકે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ફેબ્રિક ઉત્પાદનો, ટેક્સટાઈલ મશીનરી, નવીન ટેક્નોલોજી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદનો વિશે માહિતી મેળવી ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે સંવાદ સાધ્યો.આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી અશોક જીરાવાલા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ગ્લોબલ પ્રેસિડેન્ટ મુરુગન થેનકોન્ડાર, બોમ્બે ડાઈંગના મેનેજર રાજનેશ દત્ત, અજમેરા ફેશન લિ.ના સીઈઓ અને ફાઉન્ડર અજય અજમેરા, સર્જન ઇન્ટરનેશનલના ફાઉન્ડર અમિત ડોભરિયા, અગ્રણી ટેક્સટાઈલ ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ઉત્પાદકો, નિકાસકારો તેમજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. અખંડ ભારત