કપરાડા તાલુકા સરપંચશ્રીઓ દ્વારા વલસાડ પ્રયોજના વહીવટદારશ્રીને આદિ આદર્શ યોજનાના બાકી ચુકવણા અંગે રાજુયાત કરાય. પ્રાપ્તિ માહિતી મુજબ 2023-24 માં દરેક ગ્રામ પંચાયતને 20 લાખની ગ્રાન્ટ આપવામાં આવેલ હતી. જેમાં વિકાસના કામો કરવાનાં કરવાનાં થતા હોય છે જે વિકાસના કામો દરેક ગામના સરપંચો દ્વારા 2025-26 માર્ચ સુધીમાં તમામ કામો પૂર્ણ કરવામાં આવેલ હતા. પરંતુ આજે ચાર મહિના પૂર્ણ થયા હોવા છતાં બાકી રહેતી ચૂકવણીની ગ્રાન્ટ હજુ સુધી ચુકવણી કરવામાં આવી નથી. જે બાબતે કપરાડા તાલુકા સરપંચો દ્વારા વલસાડ પ્રયોજના વહીવટદારશ્રીને લેખિતમાં બાકી આદિ આદર્શ યોજનના બાકી ચુકવણી કરવા અંગે રજુઆત કરવામાં આવી કે તાત્કાલિક નાણાં ચુકવણી કરવામાં આવે જે બાબતે વલસાડ જિલ્લા પ્રયોજના વહીવટદારશ્રી મેડમે તાત્કાલિક બાકી નાણાં ચુકવણી કરવાની બાંહેધરી આપી.