*છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીનું જાતિ પ્રમાણપત્ર રદ*
કલેકટરનો મોટો હુકમ: સભ્યપદ રદ, વોર્ડ-4ની બેઠક ખાલી જાહેર
છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીનો હિન્દુ રાઠવા અનુસૂચિત આદિજાતિનો જાતિનો દાખલો રદ કરવામાં આવ્યો છે.
સુનાવણી બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન દ્વારા મંજુલાબેન કોલીને ગેરલાયક ઠેરવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ વોર્ડ નંબર-4ની અનુસૂચિત આદિજાતિ બેઠક ખાલી જાહેર કરવામાં આવી છે.
આ નિર્ણયથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.