GSFC યુનિવર્સિટી વડોદરા ખાતે બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ સંપન્ન પંચમહાલ જિલ્લાના ૨ ઉદ્યોગ સાહસિકોને પ્રશંસાપાત્ર MSES એવોર્ડ એનાયત | Akhand Bharat Dainik
GSFC યુનિવર્સિટી વડોદરા ખાતે બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ સંપન્ન પંચમહાલ જિલ્લાના ૨ ઉદ્યોગ સાહસિકોને પ્રશંસાપાત્ર MSES એવોર્ડ એનાયત
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
GSFC યુનિવર્સિટી વડોદરા ખાતે બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ સંપન્ન પંચમહાલ જિલ્લાના ૨ ઉદ્યોગ સાહસિકોને પ્રશંસાપાત્ર MSES એવોર્ડ એનાયત
ગુજરાત સરકાર દ્વારા સેન્ટ્રલ ગુજરાત રીજીઅન અંતર્ગત GSFC યુનિવર્સિટી, વડોદરા ખાતે તા. ૨૯ થી તા.૩૦ જૂન તથા એમ બે દિવસીય "વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ" (VGRC) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવો, વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નવા મૂડીરોકાણો આકર્ષવા તેમજ ઉદ્યોગકારો, સ્ટાર્ટ-અપ્સ, MSME, રોકાણકારો અને સરકારી તંત્રને એક જ મંચ પર લાવી પરસ્પર સમન્વય સાધવાનો છે.આ બે દિવસીય આયોજન અંતર્ગત (૧) એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા, (૨) ઇમ્પોર્ટ સબસ્ટીટ્યુશન સેમિનાર, (૩) ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ, (૪) એમ.એસ.એમ.ઇ. એવોર્ડ વિતરણ, (૫) વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, (૬) રીવર્સ બાયર સેલર મીટ, (૭) સ્ટાર્ટઅપ સેમિનાર, અને (૮) એમ.એસ.એમ.ઇ. કોન્ક્લેવ જેવા વિવિધ પ્રોગ્રામો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લાના બે એકમોનું બહુમાન :ગુજરાત સરકાર દ્વારા VGRC અંતર્ગત બેસ્ટ એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગ સાહસિક રીજનલ એવોર્ડ તથા મધ્ય ગુજરાત રીજનલમાં VGRC ના આયોજન અંતર્ગત MSME કોન્ક્લેવમાં MSEs એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેની કડીરૂપે તા. ૩૦/૦૬/૨૦૨૬ ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના ૨ અગ્રણી એકમોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ MSME Award એનાયત કરવામાં આવ્યા હતા. પસંદગી પામેલા આ એકમોને પ્રોત્સાહન રૂપે ટ્રોફી, રૂપિયા બે લાખનો ચેક અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.M/s. AIR INDIA PNEUMATICS (હાલોલ) કંપનીને MSEs Award (Young) - Micro category માટે પસંદ કરવામાં આવી હતી. આ કંપની Pneumatic Automation Products નું ઉત્પાદન અને સપ્લાય કરે છે. વર્ષ ૨૦૨૩ થી કાર્યરત આ કંપનીના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઔદ્યોગિક મશીનોને Compressed Air દ્વારા વધુ કાર્યક્ષમ, વિશ્વસનીય અને સુરક્ષિત રીતે ચલાવવામાં અગત્યની મદદ પૂરી પાડે છે.M/s. EKTA TRADERS (ગોધરા) કંપનીને MSEs Award (General) - Small category અંતર્ગત ઉદ્યોગ સાહસિક તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કંપની વર્ષ ૨૦૨૨ થી વિવિધ પ્રકારના ખાદ્ય ઉત્પાદનોના સફળ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે