ગ્રોમોર સ્કૂલ હિંમતનગર ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ગ્રોમોર સ્કૂલ હિંમતનગર ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી
શૈલેષ પંચાલ - હિંમતનગર સ્થિત ગ્રોમોર સ્કૂલમાં તારીખ : 29 જુલાઈ 2026 ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ગુરુ વિશે સ્પીચ તથા ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. પોતાના જીવન ઘડતરમાં ગુરુનું સ્થાન અને ગુરુનો મહિમા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોએ સ્કૂલના શિક્ષકોને કુમ કુમ તિલક કરી ગુરુઓના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાએ અભિનંદન પાઠવ્યા હતા.