ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના સાહસિક યુવા પર્વતારોહક શ્રી ભોવાન રાઠોડ હિમાચલ પ્રદેશના માઉન્ટ યુનમ શિખર સર કરવાના સાહસિક અભિયાન માટે રવાના થયા છે.આ અવસરે જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ. એમ. જણકાટે દ્વારા ફ્લેગ-ઓફ કરી તેમના અભિયાનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, સરકારી વિનયન કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી યુવા પર્વતારોહકનો ઉત્સાહ વધાર્યો હતો.???? ડાંગની ધરતીના આ સાહસિક યુવાનને તેમના અભિયાન માટે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ સફળતાપૂર્વક માઉન્ટ યુનમ શિખર સર કરી સમગ્ર ડાંગ અને ગુજરાતનું ગૌરવ વધારે, તેવી હાર્દિક શુભકામનાઓ. ????????????️