*ડાંગ જિલ્લામાં વરસાદ સામાન્ય થતા હવે માત્ર સાત માર્ગો જ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા* :-*અસરગ્રસ્ત અન્ય તમામ માર્ગો ખુલ્લા થયા રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
*ડાંગ જિલ્લામાં વરસાદ સામાન્ય થતા હવે માત્ર સાત માર્ગો જ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા* :-*અસરગ્રસ્ત અન્ય તમામ માર્ગો ખુલ્લા થયા રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
*ડાંગ જિલ્લામાં વરસાદ સામાન્ય થતા હવે માત્ર સાત માર્ગો જ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા* :
*અસરગ્રસ્ત અન્ય તમામ માર્ગો ખુલ્લા થયા*
રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ
અખંડ ભારત
ડાંગ જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કેટલાક ગ્રામીણ માર્ગો પર કોઝવે તથા સ્લેબ ડ્રેઇન ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા હતા.
પરંતુ હવે અહીં વરસાદ સામાન્ય થતા અસરગ્રસ્ત માર્ગો પૈકી મોટાભાગના માર્ગો ઉપરથી પાણી ઓસરતા આજ તા.૨૬/૭/૨૦૨૬ ના રોજ સવારે ૮ વાગ્યાની સ્થિતિએ માત્ર સાત (૭) માર્ગો જ બંધ રહેવા પામ્યા છે.
મુસાફરો તથા સ્થાનિક રહીશોની સલામતીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ રસ્તાઓ પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરી, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામા આવી છે.
તારીખ ૨૬/૭/૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ કલાકની સ્થિતિ મુજબ ડાંગ જિલ્લાના જે ૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા છે, તેની પ્રાપ્ત થયેલી વિગતો મુજબ (૧) ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, (૨) માછળી ચિખલા દિવડયાવન રોડ, (૩) આહેરડી બોરદહાડ રોડ, (૪) ઘોડવહળ વી.એ. રોડ, (૫) ધાગડી કાનાત ફળિયા રોડ, (૬) મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, અને (૭) ભદરપાડા ચિંચોડ રોડનો સમાવેશ થાય છે.
વાહન ચાલકો, પશુપાલકો, તથા પ્રજાજનોને પાણીના ભારે પ્રવાહને કારણે ઓવરટોપીંગ થતાં કોઝવે પરથી જોખમી રીતે પસાર ન થવા, વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા, તથા સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
અખંડ ભારત