બાયડ શહેર માં રીમ જિમ વરસાદ ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો માં ખુશી | Akhand Bharat Dainik
બાયડ શહેર માં રીમ જિમ વરસાદ ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો માં ખુશી
ARVALLI | By Akhand Bharat Team | Published:
હવામાન
બાયડ શહેર માં રીમ જિમ વરસાદ ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો માં ખુશી
બાયડ શહેર અને તાલુકામાં રિમઝિમ વરસાદ
બાયડ તા.25
બાયડ શહેર અને તાલુકામાં રિમઝિમ વરસાદ પડ્યો છે શુક્રવાર અને શનિવારે ના રોજ શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદ પડતા વાવેતર કરેલા બાજરી, મકાઈ, એરંડા, જુવાર, ડાંગર અને લીલા શાકભાજી સહિતના પાકોને જીવનદાન મળ્યું હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બાયડ તાલુકામાં અત્યાર સુધીનો સિઝનનો માત્ર 20 ટકા જ વરસાદ નોંધાયું છે. જેથી વાવૈતર કરેલા પાકને પૂરતું પાણી મળ્યું નર્થી, અને નદી-નાળાં અને તળાવો પણ ખાલીખમ જોવા મળી રહ્યાં છે. બાયડ તાલુકા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેની સાથે સાથે બાયડ તાલુકામાં માત્ર રીમઝીમ વરસાદ પડ્યો છે છતાં પણ હજુ સારો વરસાદ પડ્યો નથી બાયડ તાલુકા માં માત્ર 20 ટકા વરસાદ પડતા હજુ ખેતર માં પાણી ભરાયા નથી તળાવો, કુવા હજુ ખાલી ખમ જોવા મળ્યા છે આ રીમ જિમ વરસાદ પડતા ખેતી સારી થઈ શકે છે