બાયડ કબ્રસ્તાનમાં હરિયાળા ગામ યોજના હેઠળ 800 રોપાઓનું વાવેતર
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
બાયડ કબ્રસ્તાનમાં હરિયાળા ગામ યોજના હેઠળ 800 રોપાઓનું વાવેતર
બાયડ કબ્રસ્તાનમાં હરિયાળા ગામ યોજના હેઠળ 800 રોપાઓનું વાવેતર
સામાજિક વનીકરણ વિભાગની પહેલથી પર્યાવરણ સંરક્ષણને મળ્યું વધુ બળ, અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા–અરવલ્લી સામાજિક વનીકરણ વિભાગ હેઠળની વિસ્તરણ રેન્જ બાયડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી બાયડ ખાતે આવેલા કબ્રસ્તાનમાં હરિયાળા ગામ યોજના અંતર્ગત 800 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મહે. નાયબ વન સંરક્ષક ડી. એફ. ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ. પી. રહેવરની ઉપસ્થિતિમાં બાયડના વનપાલ, વનરક્ષકો તેમજ સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિયાળા ગામ યોજના અંતર્ગત વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું જતન, ભૂગર્ભ જળસ્તરનું સંરક્ષણ અને સ્વચ્છ-હરિયાળું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વાવેતર કરાયેલા રોપાઓની નિયમિત દેખરેખ અને જાળવણી પણ કરવામાં આવશે જેથી તેનું યોગ્ય સંવર્ધન થઈ શકે.