અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘમાં બાયડ સારસ્વત હાઈસ્કૂલ ના શિક્ષક મોહિનખાન બલોચની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક | Akhand Bharat Dainik
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘમાં બાયડ સારસ્વત હાઈસ્કૂલ ના શિક્ષક મોહિનખાન બલોચની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘમાં બાયડ સારસ્વત હાઈસ્કૂલ ના શિક્ષક મોહિનખાન બલોચની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘમાં બાયડ સારસ્વત હાઈસ્કૂલ ના શિક્ષક મોહિનખાન બલોચની કોષાધ્યક્ષ તરીકે નિમણૂકબાયડ તા.5અરવલ્લી જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન અરવલ્લી જિલ્લાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં બાયડ તાલુકા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના માધ્યમિક વિભાગમાં કોષાધ્યક્ષ તરીકે સારસ્વત હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક મોહિનખાન બલોચની નિમણૂક કરવામાં આવી છે. મોહિનખાન બલોચની નિમણૂક થતાં બાયડ તાલુકાના શિક્ષક વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવા હોદ્દા પર નિમણૂક થયા બાદ મોહિનખાન બલોચને વિવિધ શિક્ષક મિત્રો, શૈક્ષણિક આગેવાનો, સમગ્ર મુસ્લિમ સમાજ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા