*આહવા ખાતે મફત કરાટે તાલીમ શિબિર યોજાઈ : રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને અપાઈ વિશેષ તાલીમ**રિપોર્ટર : ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
*આહવા ખાતે મફત કરાટે તાલીમ શિબિર યોજાઈ : રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને અપાઈ વિશેષ તાલીમ**રિપોર્ટર : ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
*આહવા ખાતે મફત કરાટે તાલીમ શિબિર યોજાઈ : રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને અપાઈ વિશેષ તાલીમ*
*રિપોર્ટર : ભાવેશ ચૌધરી આહવા ડાંગ
આહવા : કરાટે એસોસિએશન ઓફ ડાંગ દ્વારા હાથ ધરવામાં આવેલા કરાટે સર્ટિફિકેટ કોર્સ તાલીમ પ્રોજેક્ટ અંતર્ગત આહવા ખાતે તા. ૧૫ મેથી ૨૫ મે સુધી મફત કરાટે તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લાયક અને પ્રતિભાશાળી કરાટે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કૌશલ્યમાં વધારો કર્યો હતો.
આ તાલીમ શિબિરમાં છઠ્ઠી ડાંગ જિલ્લા કરાટે સ્પર્ધાના મેડલ વિજેતા ખેલાડીઓ સહિત અનેક વિદ્યાર્થીઓએ આગામી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને વિશેષ તાલીમ મેળવી હતી. રાજ્ય સ્તરની સ્પર્ધાઓ માટે ખેલાડીઓ પોતાની ટેકનિક અને પ્રદર્શનને વધુ સશક્ત બનાવી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કરાટે એસોસિએશન ઓફ ડાંગ દ્વારા તમામ લાયક વિદ્યાર્થીઓને મફતમાં કરાટે યુનિફોર્મ પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓને કરાટે એસોસિએશન ઓફ ડાંગના માનનીય પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, સંયુક્ત સચિવ શ્રી હરિરામ આર. સાવંત, ગર્લ્સ કોચ તારાબેન મોતીલાલભાઈ આહિર, મીનાબેન નારણભાઈ ગાવિત તેમજ સિનિયર કોચ સંતોષભાઈ વાનુભાઈ પદવી દ્વારા સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કરાટે તાલીમ કાર્યક્રમ કરાટે એસોસિએશન ઓફ ડાંગના મુખ્ય કોચ અને જનરલ સેક્રેટરી સેન્સેઈ પી.આર. દીપક કુમારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના કરાટે વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેની લગનને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી.
આ પ્રકારની તાલીમ શિબિરોથી ડાંગ જિલ્લાના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધશે તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ડાંગનું ગૌરવ વધારનારા ખેલાડીઓ તૈયાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અખંડ ભારત