તારીખ ૧૮/૦૭/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝીલવાણા હાઈસ્કુલ ખાતે SGFI અંડર -17 ની ખો -ખો રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમી તાલુકાની નાનીચંદુર, ગોધાણા, ઝીલવાણા,ધધાણા અને સમી મોડેલ સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો જેમાં ચાર રાઉન્ડના અંતે નાનીચંદુર ગામની સરકારી માધ્યમિક શાળાની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતીતે બદલ નાનીચંદુર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતિ દિપિકાબેન તથા પંકજભાઈ પટેલ અને શિક્ષકગણે ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ તેમજ ઉચ્ચ કક્ષાએ જઈ શાળાનું,ગામનું અને માતા પિતાનું નામ રોશન કરો તેવી દરેક વિદ્યાર્થીનીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી....