વોટ્સએપ પર બોસ બની રૂ.3 કરોડની સાયબર છેતરપિંડીઅમદાવાદ ગ્રામ્ય સાયબર સેલની તાત્કાલિક કામગીરીથી રૂ.2.88 કરોડ ફરિયાદીને પરત
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અપરાધ
વોટ્સએપ પર બોસ બની રૂ.3 કરોડની સાયબર છેતરપિંડીઅમદાવાદ ગ્રામ્ય સાયબર સેલની તાત્કાલિક કામગીરીથી રૂ.2.88 કરોડ ફરિયાદીને પરત
અમદાવાદ ગ્રામ્ય: સાયબર ક્રાઇમના વધતા બનાવો વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર નાણાકીય છેતરપિંડીના ગુનાઓ શોધી કાઢવા તેમજ છેતરપિંડીમાં ગયેલી રકમને સમયસર હોલ્ડ/લીએન કરાવી ભોગ બનનારને પરત અપાવવા માટે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા અને સાયબર ફ્રોડમાં ગયેલી રકમ અટકાવી અરજદારોને પરત અપાવવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને તા. 18/08/2026ના રોજ ફરિયાદી હાદિક પટેલ સાથે અજાણ્યા આરોપીઓએ WhatsApp Account Compromise/Impersonation કરીને ફરિયાદીના બોસ તરીકે ઓળખ આપી WhatsApp મારફતે વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ બોસ બનીને Urgent Payment/Financial Transaction કરવા સૂચના આપી હતી.
આરોપીઓની વાતમાં આવી ફરિયાદીએ તેમની કંપની Pure and Cure Companyના બેંક ખાતામાંથી કુલ રૂ.3,00,00,000/- આરોપીઓ દ્વારા આપવામાં આવેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ફરિયાદી સાથે નાણાકીય છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે તા.18/08/2026ના રોજ ઓનલાઈન સાયબર અરજી નંબર 31108260193488 નોંધાવી હતી.
આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ રેન્જ ખાતે ગુ.ર.નં. 11192065260003/2026થી ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, સાયબર સેલ, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ, એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી જી.જે. મોરી તથા ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સાયબર નાણાકીય છેતરપિંડીની રકમના ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવી સમયસર કાર્યવાહી કરતા કુલ રૂ.2,94,00,165/- હોલ્ડ/લીએન કરાવવામાં સફળતા મળી હતી.
આ પૈકી કોર્ટ ઓર્ડરના આધારે રૂ.2,88,00,165/- ફરિયાદીને પરત અપાવવામાં આવ્યા છે. બાકીની રકમની રિકવરીની પ્રક્રિયા તેમજ આરોપીઓ અને સમગ્ર Money Trail અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
સાયબર ફ્રોડથી બચવા પોલીસે આપ્યો સાવચેતીનો સંદેશ
“સાવચેતી એ જ સમજદારી”
સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઇવેટ રાખો અને અંગત માહિતી તથા ફોટોગ્રાફ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો.
સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિને મિત્ર બનાવવાનું અને તેમની સાથે વીડિયો કોલ કરવાનું ટાળો.
સોશિયલ મીડિયા પર કોઈ મિત્ર બનીને રૂપિયા માંગે તો તેની યોગ્ય રીતે ચકાસણી કર્યા બાદ જ નાણાકીય વ્યવહાર કરો.
ઇન્સ્ટન્ટ લોન આપતી અજાણી એપ્લિકેશન મોબાઇલમાં ઇન્સ્ટોલ કરશો નહીં અને આવી લોન લેવાનું ટાળો.
વીજળી કનેક્શન બંધ થવાના મેસેજ કે ફોનથી સાવધાન રહો.
Google પર સીધો નંબર સર્ચ કરીને વિશ્વાસ ન કરો. સંબંધિત કંપની કે સંસ્થાની અધિકૃત વેબસાઇટ પરથી જ સંપર્ક નંબર મેળવો.
ઓનલાઈન ખરીદી હંમેશા અધિકૃત વેબસાઇટ પરથી જ કરો.
લોભામણી સ્કીમ, કેશબેક, રિવોર્ડ પોઇન્ટ અથવા વધુ નફાની લાલચ આપતી વેબસાઇટ/એપ્લિકેશનમાં રોકાણ કરવાનું ટાળો.
કોઈપણ બેંક કે મોબાઇલ કંપની દ્વારા બેંક એકાઉન્ટની વિગતો, OTP કે અન્ય ગુપ્ત માહિતી ફોન પર માંગવામાં આવતી નથી.
TeamViewer, AnyDesk જેવી Remote Access એપ્લિકેશનનો ઉપયોગ અજાણી વ્યક્તિના કહેવા પર ક્યારેય કરશો નહીં.
સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવ તો તરત કાર્યવાહી કરો
સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ સમય બગાડ્યા વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો પણ તાત્કાલિક સંપર્ક કરો.
સમયસર કરવામાં આવેલી ફરિયાદથી છેતરપિંડીની રકમ હોલ્ડ કરાવી પરત મેળવવાની શક્યતા વધી શકે છે.