પંચમહાલ જિલ્લાના કાલોલ બસ સ્ટેશન માં પચીસેક જેટલા મુસાફરો ભરેલી બસમાં અચાનક આગ લાગતાં મુસાફરોમાં અફડાટફડી જોવામળી હતી. બસના વાયરિંગમાં અચાનક ખામી સર્જાતાં આ આગ લાગી હતી. બસના ડ્રાયવરે સમયસુચકતા વાપરી બસમાં રાખેલ ફાયર સેફટી એક્ટિવિન્સર થી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગતાંજ બસમાં બેઠેલા મુસાફરો બાળીમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાંજ કાલોલ ફાયરટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં લીધી હતી. અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી.