અરવલ્લીમાં પોષડોડાની હેરાફેરી સામે SOG પોલીસનું ઓપરેશન.
ARVALLI | By Akhand Bharat Team | Published:
અપરાધ
અરવલ્લીમાં પોષડોડાની હેરાફેરી સામે SOG પોલીસનું ઓપરેશન.
અરવલ્લીમાં પોષડોડાની હેરાફેરી સામે SOG પોલીસનું ઓપરેશન: શિણોલ પાસે ઘર્ષણ બાદ ફાયરિંગ, બિશ્નોઈ ગેંગના આરોપીઓ ફરાર
અરવલ્લી જિલ્લામાં પોષડોડાની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ધનસુરાના શિણોલ નજીક ચકચાર મચાવતી ફાયરિંગની ઘટના સામે આવી છે. શિણોલ પાસે પોષડોડા ભરેલી સ્કોર્પિયો કારને SOG પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતાં કારમાં સવાર આરોપીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આરોપીઓએ પિસ્તોલ કાઢી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં, SOG પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના પછી આરોપીઓ સ્કોર્પિયો કાર મૂકીને ભાગી છૂટ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે નાકાબંધી ગોઠવી ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે
પત્રકાર-અશ્વિન પટેલ