ગુરુ ગોવિંદ લીમડી ના વરોડ પાસે કાર બાઇક અકસ્માત માં પાવડી ના તલાટી ઇજા ગ્રસ્ત,ધારા સભ્ય મહેશ ભુરીયા અને ડોકટર સમય પર પહોંચી મદદ કરી | Akhand Bharat Dainik
ગુરુ ગોવિંદ લીમડી ના વરોડ પાસે કાર બાઇક અકસ્માત માં પાવડી ના તલાટી ઇજા ગ્રસ્ત,ધારા સભ્ય મહેશ ભુરીયા અને ડોકટર સમય પર પહોંચી મદદ કરી
DAHOD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ગુરુ ગોવિંદ લીમડી ના વરોડ પાસે કાર બાઇક અકસ્માત માં પાવડી ના તલાટી ઇજા ગ્રસ્ત,ધારા સભ્ય મહેશ ભુરીયા અને ડોકટર સમય પર પહોંચી મદદ કરી
નવરચિત ગુરુ ગોવિંદ તાલુકાના વરોડ ગામે એક સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો તેમાં પાવડી ગામના તલાટી ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા હતા અકસ્માત થતા જ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અકસ્માત થયો તે સમયે ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે પોતાની ગાડી રોકી દીધી હતી અને ઇજાગ્રસ્ત તલાટીને બચાવવા માટે એમ્બ્યુલન્સ બોલાવી ધારાસભ્યની સમયસર ની મદદથી ઇજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર મળી હતી આ દરમિયાન ઝાલોદ અચ્છી હોસ્પિટલના ડોક્ટર હાર્દિક લબાના પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓ પણ તરત રોકાઈ ગયા અને ઇજાગ્રસ્ત તલાટીની મદદ માટે પહોંચી ગયા ડોક્ટર લબાના ઘટના સ્થળે જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી ધારાસભ્ય અને ડોક્ટરની સમયસર ની મદદ ને કારણે તલાટીને તરત જ તબીબી સહાય મળી શકી