રિપોર્ટર પ્રકાશભાઈ મહેતા, અખંડ ભારત દૈનિક | ભાભર | તા. 17/09/2026, ગુરુવાર
વાવ, થરાદ, સુઈગામ પંથક સહિત સમગ્ર બનાસકાંઠા માટે આજનો દિવસ કાળો દિવસ સાબિત થયો છે. સૌને હસાવનાર ગુજરાતનો કોમેડી કિંગ 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડ નું આજે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
મળતી માહિતી મુજબ, આજે બપોરે આશરે 1:53 વાગ્યે ચંદનભાઈ પોતાની બાઈક લઈને ભાભર થી સુઈગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભાભર નજીક આવેલ હરિધામ ગૌશાળા પાસે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે ચંદનભાઈએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો.
વાવ-થરાદ-સુઈગામનું ઘરેણું કહેવાતા ચંદન રાઠોડે પોતાની કોમેડીથી નાના-મોટા સૌના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું. તેમના અચાનક જવાથી કલાકાર જગતમાં અને ચાહકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ઓમ શાંતિ ????