બોનેટ પર યુવકને લટકાવી કિલોમીટરો સુધી કાર હંકારી! બે રાજસ્થાની આરોપીઓ ઝડપાયા | Akhand Bharat Dainik
બોનેટ પર યુવકને લટકાવી કિલોમીટરો સુધી કાર હંકારી! બે રાજસ્થાની આરોપીઓ ઝડપાયા
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
બોનેટ પર યુવકને લટકાવી કિલોમીટરો સુધી કાર હંકારી! બે રાજસ્થાની આરોપીઓ ઝડપાયા
મહીસાગર જિલ્લામાં હિટ એન્ડ રનનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગાંગટાથી બાબલીયા અને ચોરીવાડ સુધી બેફામ કિયા કાર હંકારી એક યુવકને કારના બોનેટ/કાચ પર લટકાવી કિલોમીટરો સુધી ઢસડવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ ઘટનામાં યુવક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના આરોપસર પોલીસે રાજસ્થાનના બે ઈસમોને ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો ઉપરાંત પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ:
સંદિપકુમાર શેરસિંઘ જાટ — રહે. નાટાસ, જિ. ઝુંઝુનું, રાજસ્થાન
દેવીસિંઘ કિશનસિંઘ દેવરા — રહે. ગાસા, જિ. ઉદયપુર, રાજસ્થાન
પ્રાથમિક વિગતો મુજબ, કિયા કાર ચાલક દ્વારા યુવકને કાર પરથી નીચે ઉતાર્યા વિના બેફામ ઝડપે વાહન હંકારી તેને ગાંગટા, બાબલીયા અને ચોરીવાડ તરફના માર્ગે લઈ જવાયો હતો. ઘટનામાં યુવકના જીવને જોખમ ઊભું થયું હતું.તલાર જયેશ