દુઃખદ સમાચાર: જાણીતા કોમેડિયન 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ)નું માર્ગ અકસ્માતમાં નિધન
ભાભર / બનાસકાંઠા:
વાવ-થરાદ અને સુઈગામ પંથકના લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર અને દેશી કોમેડીથી ઘરે-ઘરે જાણીતા બનેલા 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ)નું ભાભરના હરિધામ ગૌશાળા નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
મળતી અહેવાલો મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે ઈજાઓ જીવલેણ નીવડી હતી. આ બનાવની જાણ થતાં જ સમગ્ર વાવ, થરાદ, સુઈગામ અને બનાસકાંઠા પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
પોતાની આગવી શૈલી અને દેશી રમુજથી લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર ગુજ્જુ લવ ગુરુના અચાનક વિદાયથી તેમના પરિવાર, મિત્રો અને દેશ-વિદેશમાં પથરાયેલા લાખો ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમના ચાહકો અને અન્ય કલાકારો દ્વારા તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.