બામલ્લા રાજેશ્રી પોલીફિલ કંપનીથી અછાલિયા સુધીના માર્ગ પર છુટેલી કપચીનો કહેર | Akhand Bharat Dainik
બામલ્લા રાજેશ્રી પોલીફિલ કંપનીથી અછાલિયા સુધીના માર્ગ પર છુટેલી કપચીનો કહેર
BHARUCH | By Akhand Bharat Team | Published:
અકસ્માત
બામલ્લા રાજેશ્રી પોલીફિલ કંપનીથી અછાલિયા સુધીના માર્ગ પર છુટેલી કપચીનો કહેર
અછાલિયા: બામલ્લા રાજેશ્રી પોલિટિકલ કંપનીથી અછાલિયા સુધીના માર્ગ પર અનેક સ્થળોએ માર્ગની કામગીરીમાં વપરાયેલી કપચી છૂટી પડીને રસ્તા પર પથરાયેલી જોવા મળી રહી છે. વરસાદના કારણે માર્ગ પર પડેલા ખાડાઓના પુરાણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલા પેચવર્કમાં ઉપયોગમાં લેવાયેલી આ જ કપચી હવે છૂટી પડીને વાહનચાલકો માટે જોખમરૂપ બની રહી હોવાની સ્થિતિ સામે આવી છે.
રસ્તા પર ફેલાયેલી નાની-મોટી કપચીના કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ગંભીર બન્યું છે. વાહનના ટાયર કપચી પર ચઢતાં સ્લીપ થવાની શક્યતા રહે છે, જેના કારણે ચાલકનું સંતુલન ગુમાઈ રસ્તા પર પટકાવાનો ભય રહે છે. દિવસ દરમિયાન પણ મુશ્કેલી ઊભી કરતી આ કપચી રાત્રિના સમયે વધુ જોખમી સાબિત થઈ શકે છે.
રાત્રિના અંધારામાં રસ્તા પર પથરાયેલી કપચી સ્પષ્ટ દેખાતી ન હોવાથી દ્વિચક્રી વાહનચાલકોને અચાનક તેનો સામનો કરવો પડે છે. પરિણામે વાહનચાલકોમાં ભય અને મુશ્કેલીનો માહોલ સર્જાયો
તંત્ર ક્યારે જાગશે?
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતની તાત્કાલિક સ્થળ તપાસ કરી રસ્તા પર પથરાયેલી કપચી દૂર કરવામાં આવે અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તેની રાહ જોવાને બદલે તંત્ર વહેલી તકે જાગે અને જરૂરી કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની લાગણી છે. રસ્તા પર પથરાયેલી કપચી દૂર કરવાની તાત્કાલિક કામગીરી કરવામાં આવે તો તે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે રાહતરૂપ અને આશીર્વાદ સમાન સાબિત થશે.