કોમેડી કિંગ તરીકે જાણીતા એવા ગુજ્જુ લવ ગુરૂનું અકસ્માતમાં મો*ત | Akhand Bharat Dainik
કોમેડી કિંગ તરીકે જાણીતા એવા ગુજ્જુ લવ ગુરૂનું અકસ્માતમાં મો*ત
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
કોમેડી કિંગ તરીકે જાણીતા એવા ગુજ્જુ લવ ગુરૂનું અકસ્માતમાં મો*ત
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ જે ગુજ્જુ લવ ગુરુ (GUJJU LOVE GURU)થી ફેમસ છે. તેનું અકસ્માતમાં મો*ત થયું છે. અકસ્માત ભાભરની હરીધામ ગૌશાળા નજીક થયો છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ભાભર પંથકના સુઈગામના કોમેડી તરીકે ઓળખાતા 'ગુજ્જુ લવ ગુરુ' અકસ્માતનો ભોગ બન્યા છે. આ અકસ્માતમાં તેમનું ગંભીર ઈજાઓ થવાથી અચાનક ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાના સમાચાર મળતા જ ભાભર પંથકમાં અને સુઈગામ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો? તે અંગેની વધુ માહિતી હજુ મેળવવામાં આવી રહી છે. વધુ વિગતો સત્યાવાર પોલીસ તપાસ કર્યા પછી જ
સામે આવશે.