સુરત જિલ્લાના પલસાણા તાલુકા ના સાકી ગામે આવેલ પેસેફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં ભવ્ય 'મંથન 2K26' એન્જિનિયર્સ ડે સેલિબ્રેશનનું સફળ આયોજન | Akhand Bharat Dainik
સુરત જિલ્લાના પલસાણા તાલુકા ના સાકી ગામે આવેલ પેસેફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં ભવ્ય 'મંથન 2K26' એન્જિનિયર્સ ડે સેલિબ્રેશનનું સફળ આયોજન
SURAT | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
સુરત જિલ્લાના પલસાણા તાલુકા ના સાકી ગામે આવેલ પેસેફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં ભવ્ય 'મંથન 2K26' એન્જિનિયર્સ ડે સેલિબ્રેશનનું સફળ આયોજન
તાજેતરમાં પેસેફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, કડોદરા, પલસાણા ખાતે ત્રણ દિવસીય 'મંથન 2K26' ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જિનિયર્સ ડેની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ માટે 30થી વધુ ટેકનિકલ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જેમાં 700થી વધુ ભાવી ઇજનેરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ વર્ષના મુખ્ય આકર્ષણ તરીકે ઇસરોનું વિશેષ સાયન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેને બે દિવસ દરમિયાન લગભગ 1600 શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. ત્રિ દિવસીય કાર્યક્રમ લ માં મંગળયાન જેવા અગત્ય ના મિશનમાં ભાગ ભજવનાર ઇસરોના ભૂપતપૂર્વ વિજ્ઞાનીઓની ટીમ એ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરી સાઇન્સ અને એન્જીનિયરિંગ માટે પ્રોત્સાહન આપ્યું હતું
આ કાર્યક્રમમાં સમાજમાં હોલિસ્ટિકલી અને ઓનેસ્ટીથી કાર્ય કરતી ખાસ દસ જેટલી અગ્રણી વ્યક્તિઓ (એમિનન્ટ પર્સનાલિટીઝ), ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને શિક્ષણવિદોને 'વર્ક હોલિસ્ટિક ઓનેસ્ટી અવાર્ડ' એનાયત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં સુરત શહેરના કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી તેજસભાઈ પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા