સુમરા સમાજ ના વિધાથીર્ઓ નો સત્કાર સમારંભ યોજાયો | Akhand Bharat Dainik
સુમરા સમાજ ના વિધાથીર્ઓ નો સત્કાર સમારંભ યોજાયો
RAJKOT | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
સુમરા સમાજ ના વિધાથીર્ઓ નો સત્કાર સમારંભ યોજાયો
*સુમરા સમાજ ના ૪૫૦ થી વધુ વિદ્યાર્થીઓનો વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો.*
રાજકોટ:
તા:૨૦-૦૯- ૨૦૨૬, રવિવાર
સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આજે રાજકોટના શ્રી હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે ભવ્ય વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ ૮થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના ૪૫૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણપ્રેમીઓ, સામાજિક આગેવાનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર હોલ વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉત્સાહભરી હાજરીથી ભરાઈ ગયો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષણમાં સતત પ્રગતિ કરવા, પોતાના લક્ષ્યો નક્કી કરી મહેનત કરવા તથા સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવેલી આ પહેલને ઉપસ્થિત સૌએ આવકારી હતી.
“શિક્ષણ એ વ્યક્તિના જીવનને બદલવાની શક્તિ ધરાવે છે અને શિક્ષિત સમાજ જ મજબૂત સમાજનું નિર્માણ કરી શકે છે.”
રિપોર્ટર:
મયંક ગમઢા નિકાવા