શ્રી રામદેવપીર મંદિર નરોડા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજનગતરોજ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનરશ્રી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સાઈ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવપીર મંદિર, નરોડા (ડાભીયા ના મુવાડા), તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર શ્રી જગદીશભાઈ બારોટ એન્ડ કલાકાર ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીતો, | Akhand Bharat Dainik
શ્રી રામદેવપીર મંદિર નરોડા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજનગતરોજ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનરશ્રી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સાઈ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવપીર મંદિર, નરોડા (ડાભીયા ના મુવાડા), તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર શ્રી જગદીશભાઈ બારોટ એન્ડ કલાકાર ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીતો,
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
મનોરંજન
શ્રી રામદેવપીર મંદિર નરોડા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજનગતરોજ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનરશ્રી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સાઈ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવપીર મંદિર, નરોડા (ડાભીયા ના મુવાડા), તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર શ્રી જગદીશભાઈ બારોટ એન્ડ કલાકાર ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીતો,
શ્રી રામદેવપીર મંદિર નરોડા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન
ગતરોજ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનરશ્રી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સાઈ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવપીર મંદિર, નરોડા (ડાભીયા ના મુવાડા), તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર શ્રી જગદીશભાઈ બારોટ એન્ડ કલાકાર ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીતો, શૌર્ય ગીતો, સંતવાણી, લોકસાહિત્ય તેમજ લોકગીતોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કલાકારોએ પોતાની આગવી શૈલીથી લોકગીતોની ખૂબ જ રમઝટ જમાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ બારીયા, શિવમ ઇન્સ્ટિટ્યૂટ લુણાવાડાના સંચાલક શ્રી વિક્રમસિંહ ખાંટ, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પટેલ, પંચામૃત ડેરીના ડિરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ તેમજ સામાજિક આગેવાન શ્રી વી. એલ. પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, માતાઓ-બહેનો, યુવાનો અને ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી લોક ડાયરાનો આનંદ માણ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, દેશભક્તિ અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો અને કાર્યક્રમને ઉપસ્થિત સૌ તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.