પંજાબ થી ગુજરાતમા વિદેશીદારૂ સપ્લાય કરવાનુ આંતરરાજ્ય નેટવર્ક ઝડપી, નેશનલ હાઈવે નં-૫૩ ઉપરથી ટ્રકમા છુપાવી લઈ જવાતો વિદેશીદારૂના જથ્થા સહીત કુલ કિ.રૂ. ૧,૦૩,૮૨,૯૫૬/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેતીસુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી | Akhand Bharat Dainik
પંજાબ થી ગુજરાતમા વિદેશીદારૂ સપ્લાય કરવાનુ આંતરરાજ્ય નેટવર્ક ઝડપી, નેશનલ હાઈવે નં-૫૩ ઉપરથી ટ્રકમા છુપાવી લઈ જવાતો વિદેશીદારૂના જથ્થા સહીત કુલ કિ.રૂ. ૧,૦૩,૮૨,૯૫૬/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેતીસુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી
SURAT | By Akhand Bharat Team | Published:
અપરાધ
પંજાબ થી ગુજરાતમા વિદેશીદારૂ સપ્લાય કરવાનુ આંતરરાજ્ય નેટવર્ક ઝડપી, નેશનલ હાઈવે નં-૫૩ ઉપરથી ટ્રકમા છુપાવી લઈ જવાતો વિદેશીદારૂના જથ્થા સહીત કુલ કિ.રૂ. ૧,૦૩,૮૨,૯૫૬/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેતીસુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓ ની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સ્પેશ્યલ પ્રોહી ડ્રાઈવનુ આયોજન કરી અસરાકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી PSI એચ.સી.મસાણી, તથા PSI જે.એલ.પટેલ, તથા PSI એ.એન.ચૌહાણ તથા PSI જે.કે.રાવ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
જે અનુસંધાનમાં એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસો ટીમ સાથે સુરત જિલ્લા એલ.સી.બી ની અલગ અલગ ટીમો ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી અલગ અલગ વિસ્તારમાં પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા જે દરમ્યાન સુરત જિલ્લા એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.પાંચાણી સાહેબ તથા હે કો ચિરાગકુમાર જયંતિલાલ તથા હે કો અમરતજી રાઘાજી નાઓને સયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, "એક ટાટા ટ્રક નંબર- MP-09-BK-9775 માં તેનો ચાલક ધુલીયા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નવાપુર વ્યારા થઇ બારડોલી થઇ એના એક્ષપ્રેસ હાઇવે થઇ અમદાવાદ તરફ જનાર છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ની સુચના આધારે
જિલ્લા એલ.સી.બી ટીમે સાથે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઇસરોલી ગામની હદમા ધુલીયા થી હજીરા જતા ને.હા નં.૫૩ હાઈવે રોડ ઉપર નાકાબંધી/વોચ ગોઠવેલ અને હકિકત મુજબની ટ્રક આવતા તેને ઝડપી ચાલક તથા ક્લીનર ટ્રકમાં બેસેલ હોય જેઓને સાથે રાખી ટ્રકમા તપાસ કરતા મોટી માત્રામા વિદેશીદારૂનો જથ્થો ભરેલ મળી આવતા પકડાયેલ ટ્રક ચાલક અને ક્લીનરની સઘન પુછપરછ હાથ ધરેલ જેમા વિદેશીદારૂનો જથ્થો પંજાબરાજ્ય માથી ટ્રકમા ભરી આપેલ અને ગુજરાતમાં મોરબી સુધી લઈ જવાનો હોવાનુ જણાવેલ. જેથી ટ્રકમા ભરેલ વિપુલ પ્રમાણમા ગેરકાયદેસર વિદેશીદારૂની બાટલી નંગ-૩૨૭૪૮ જેની કુલ કિ.રૂ.૮૮,૬૯,૭૫૬/- સહીત કુલ્લે કિ.રૂ.૧,૦૩,૮૨,૯૫૬/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.