ઓગડ થરા નગરપાલિકા ચૂંટણી પહેલા AAPનું સંગઠન સક્રિય ઈસુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન...
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ઓગડ થરા નગરપાલિકા ચૂંટણી પહેલા AAPનું સંગઠન સક્રિય ઈસુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન...
થરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ બની રહી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થરા નગરપાલિકાની ચૂંટણી 11 ઓક્ટોબર, 2026ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ થરામાં પોતાની સંગઠનાત્મક કામગીરીને વેગ આપ્યો છે. આ અંતર્ગત આજે થરા ખાતે આમ આદમી પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રિબન કાપીને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રભાતસિંહ સોલંકી પ્રદેશ સહ સંગઠન મંત્રી નવીનભાઈ પટેલ જિલ્લા પ્રમુખ,પ્રશાંતભાઈ ચૌધરી,જેઠુભા વાઘેલા તાલુકા પ્રમુખ, રાજુભાઈ સ્પેશિયલ ટાસ્ક ઈનચાર્જ AAP પાર્ટીના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ઈસુદાન ગઢવીએ આગામી થરા નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ વચ્ચે એકતા જાળવવા તેમજ સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા
અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં સક્રિય રીતે જોડાઈને સંગઠનને વોર્ડ અને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરાતા હવે ઉમેદવારોની પસંદગી, સંગઠનાત્મક બેઠકો, સ્થાનિક મુદ્દાઓ અંગે જનસંપર્ક અને ચૂંટણીલક્ષી કામગીરી માટે કાર્યકરોને એક કેન્દ્ર મળ્યું છે. આગામી દિવસોમાં થરા શહેરમાં પક્ષની વિવિધ ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ વધુ તેજ બનવાની શક્યતા છે થરા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો પણ સક્રિય બન્યા છે અને સ્થાનિક રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. તાજેતરમાં થરા નગરપાલિકા ચૂંટણીની જાહેરાત બાદ વિવિધ પક્ષોની સંગઠનાત્મક અને રાજકીય તૈયારીઓ શરૂ થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે આ પ્રસંગે AAP કાર્યકર્તાઓ દ્વારા "એકતા • સંગઠન જનસંપર્ક • મજબૂત ટીમ”ના સંકલ્પ સાથે આગામી ચૂંટણી માટે સંગઠનને વધુ સક્રિય બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો