મુશળધાર વરસાદથી હાટકેશ્વર - ખોખરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હવામાન
મુશળધાર વરસાદથી હાટકેશ્વર - ખોખરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદ શહેરના હાટકેશ્વર - ખોખરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો સહિત રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પાણી લાંબા સમય સુધી રસ્તા પર ભરાઈ રહે છે. તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.