મોહના કાવચાળી ગામમાં અંતિમ સંસ્કાર માટે લાકડા કાપવા બાબતે વન વિભાગ દ્વારા ધમકી આપવા પર વિરોધ પક્ષના નેતાની આક્રમક ચેતવણી | Akhand Bharat Dainik
મોહના કાવચાળી ગામમાં અંતિમ સંસ્કાર માટે લાકડા કાપવા બાબતે વન વિભાગ દ્વારા ધમકી આપવા પર વિરોધ પક્ષના નેતાની આક્રમક ચેતવણી
VALSAD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
મોહના કાવચાળી ગામમાં અંતિમ સંસ્કાર માટે લાકડા કાપવા બાબતે વન વિભાગ દ્વારા ધમકી આપવા પર વિરોધ પક્ષના નેતાની આક્રમક ચેતવણી
મયુર મોકાશી: ધરમપુરનાં મોહના કાવચાળી ગામે વૃધ્ધાના અવસાનબાદ જે ચિંતાના લાકડા કાપવામાં આવ્યા હતા તે બાબતે રેન્જ ફોરેસ્ટના બિટગાર્ડ ની ટેમ્પો જપ્ત કરવા સુધીની ધાક ધમકી આપવા બાબતે ગામનાં રહીશ તેમજ વિરોધ પક્ષના નેતા દેવુભાઈ મોકાશી એ માહિતી આપી કે "આજ રોજ મોહના કાવચાળી ગામ ખાતે એક વડીલ માતાજીના સ્વર્ગવાસ થવાની ઘટના ઘટી, ત્યારે આજ રોજ જેમને અંતિમ સંસ્કાર કરવા અમારે ગામના પટેલના ખેતરમાંથી લાકડાઓ કાપવામાં આવ્યા, તેની માહિતી પંગારબારી રેન્જના કમલેશ પટેલ એક બીટગાર્ડને લાગી, અને તેઓએ ફરિયાદ ધરમપુર રેન્જમાં કરી, અને ધરમપુર બીટના અમારા મોહના કાવચાળી રાકેશ પટેલ બીટગાર્ડે અમને ફોન કર્યો અને બંને બીટગાર્ડે ધાક ધમકી ભર્યાના અપશબ્દો બોલવામાં આવ્યા. સાથે ટેમ્પો પણ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી. જે અંગે હું તેમને જણાવવા માંગુ છું કે હું વિરોધ પક્ષના નેતા તરીકે હું ચેતવણી આપવા માંગું છું કે મોહના કાવચાળી ગામમાં વર્ષ ૧૯૭૭ બાદ ફોરેસ્ટનું એક પણ ઝાડવું નથી અને મારું ૨૦૨૧ નું આંદોલન તમે ઉચકીને જોઈ શકો છો, હિરેન પટેલ અને RFO ને ફોન કરી પૂછી શકો છો કે અમારા ગરીબ આદિવાસી માણસો લાકડા કાપીને, ફાડીને રસોઈ બનાવવા માટે પણ કામમાં વાપરે છે. કેમ કે મારા ગામની જળ, જંગલ, જમીન, સંપત્તિ સંપૂર્ણપણે આદિવાસી ગરીબ લોકોની છે, ના કે ફોરેસ્ટ લોકોની. એટલે હું ખાસ કરીને ફોરેસ્ટ વિભાગને હું ચેતવણી આપવા માંગું છું કે ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને ખેતી માટે, બળતણના લાકડા કાપવા માટે, અંતિમ સંસ્કાર માટે લાકડા કાપવા, ઘર બનાવવા કે કોઈ પણ જંગલના ઝાડ, પાન, ફળના, વપરાશ બાબતે ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ પણ આદિવસી પરિવારને હેરાન ગતિ કરવામાં આવશે તો દેવું મોકાશી હંમેશા તેમની સાથે રહશે અને RFO, DFO, સુધી જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, માટે આજ પછી કોઈપણ ધાક ધમકી ભર્યું કોઈપણ વલણ આપવામાં ના આવે. જપ્ત કરવાની વાત કરવામાં આવી. આ મોહના કાવચાળી ગામમાં કોઈપણ ફોરેસ્ટ વિભાગનું એક પણ ઝાડવું નથી. અને જે ઝાડવાઓ છે એ સંપૂર્ણપણે આપણા વડીલોના છે, અમે સાચવ્યા છે, આપણા સાચવેલા ઝાડો છે. એમાં ફોરેસ્ટ વિભાગ ધરમપુરનું RFO આવે કે વલસાડનું DFO આવે, કોઈપણ ખાતાનું એક પણ ઝાડવું નથી. એટલે હું ચેતવણી આપું છું વિરોધ પક્ષના નેતા તરીકે કે ચેતવણી આપું છું કે એ ઝાડવા અમે કાપીશું, રસોડામાં વાપરશું, મય્યતમાં વાપરશું, એની પરમિશન અમે લેવા તમારા પાસે આવવાના નથી. કેમ કે ફોરેસ્ટ ખાતું અમારા ગામમાં લાગતું નથી."