મહેસાણા ખાતે AI ટેક્નોલોજી અંગે વર્કશોપ યોજાયો | Akhand Bharat Dainik
મહેસાણા ખાતે AI ટેક્નોલોજી અંગે વર્કશોપ યોજાયો
MEHSANA | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
મહેસાણા ખાતે AI ટેક્નોલોજી અંગે વર્કશોપ યોજાયો
સથવારા આલાપકુમાર મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી અંગે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં AIના વિવિધ ઉપયોગો તેમજ ખાસ કરીને ફોટોગ્રાફી અને ડિજિટલ ક્ષેત્રમાં AIની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે જોડાયેલા ફોટોગ્રાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફોટો એડિટિંગ, AI આધારિત વિવિધ સાધનો, સર્જનાત્મક ફોટોગ્રાફી અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વર્કશોપ દરમિયાન ફોટોગ્રાફરોએ AI ટેક્નોલોજી અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી તથા નિષ્ણાતોને વિવિધ પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ફોટોગ્રાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ વર્કશોપનો મુખ્ય હેતુ ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવીન AI ટેક્નોલોજીથી માહિતગાર કરી તેનો યોગ્ય અને સર્જનાત્મક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.