મેમદ પૂરા(હિરાપુર)પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન...
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હવામાન
મેમદ પૂરા(હિરાપુર)પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન...
વિરમગામ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદ શરૂ થયો છે, ગત સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજ વીજ સાથે ધીમે ધારે વરસાદ પડ્યો હતો, છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા, લાંબા સમય પછી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે, ધીમીધારે વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, વિરમગામ પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં ડાંગર, એરંડા, તુવેર જેવા પાકોનું વાવેતર કર્યું છે, લગભગ 40 દિવસથી વધારે વરસાદ ખેચાતા પાણી વગરના ઉભા પાકને નુકસાન થવાનો ડર હતો, હવે વરસાદ આવતા ઉભા પાકને ફાયદો થવાની આશા છે,